Saturday, March 9, 2019

શરીર ના દુખાવા અને વજન ઘટાડવા માટે મેથી





લીલા શાકભાજી હેલ્થ માટે સારા જ પણ એમા લીલી મેથી. જેમાં કેટલાક ઓષધીય ગુણો હોય છે, જે આપણા શરીરને બિમારીઓથી બચાવે છે. મેથી નું શાક અથવા એનો રસ બનાવીને પીવાથી ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લમ દૂર થાય છે. જો તમે પણ મેથી નથી ખાતા તો તેના ગુણોના વિશે જાણીને જરુર ખાવાનુ શરુ કરી દેશો.



1. પેટ માટે ફાયદાકારક
મેથીના બીજમાં સૅપોનિન અને મ્યુસિલેજની હાજરી શરીરમાં હાજર ઝેર દૂર કરવા માટે ફાયદાકારક છે.
ઘણા બધા લોકોને પેટ સંબંધી સમસ્યાઓ જેમકે કબજિયાત, ગેસ અથવા અન્ય પ્રોબ્લમ રહે છે. એવામાં લોકોનાં માટે મેથી વરદાનરુપ સાબિત થાય છે. લીલી મેથીનું શાક ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને પેટની પ્રોબ્લમ દૂર રહે છે.

2. સાંઘા ના દુખાવા
વૃધ્ધ લોકોને શિયાળામાં મેથી અને માવાના લાડુ ખાતા જોયા હશે પરંતુ તેનાથી સાંધાના દુખાવા અને તેનાથી જોડાયેલી ઘણી મુશ્કેલીઓ નથી થતી. મેથીના બીજની જેમ જ તેના પત્તા પણ તે જ કામ કરે છે જેને તમે શાકભાજીના રુપમાં ખાઇ શકો છો.

3. વાળનું ઉતરવુ બંધ કરે છે
મેથીના પત્તા પણ તમારા વાળને માટે ઘણા ફાયદાકારક હોય છે. તેના પત્તા પીસીને વાળમાં લગાવવાથી વાળ કાળા, ઘાટા અને ચમકદાર બને છે. એટલું જ નહી, ઉતરતા વાળની મુશ્કેલી પણ દૂર થાય છે.

4. ડાયાબિટીસથી બચાવ
ડાયાબિટિસની બિમારી વાળા મરીજો માટે મેથી ખાવી ખૂબ લકરી છે. મેથી મા એમીનોએસીડ દ્રવ્ય રહેલો છે. જે ઈન્સ્યુલીન નુ સ્તર વધારે છે. જો ડાયાબિટીસના મરીજ રોજ મેથીના પત્તાનો રસ નિકાળીને પીવે તો તેનાથી વધેલ શુગરને નિયંત્રણમાં લાવી શકે છે.

5. બ્લડ પ્રેશર
મેથી માં પોટેશિયમ ભરપુર પ્રમાણ મા છે. જે હાર્ટ રેટ ને નિયંત્રીત કરે છે. મેથીના લીલા પત્તાના શાકમાં ડુગળી નાખવાથી બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મળે છે. ત્યાં જ લો બ્લડ પ્રેશર વાળા વ્યક્તિઓ માટે મેથીનું મસાલા વાળુ શાક લાભદારી છે.

6. હાર્ટને રાખે છે હેલ્દી
રોજ મેથીનું શાક ખાવાથી દિલની બિમારીઓ દૂર થઇ જાય છે. જો કે મેથી ખાવાથી હદય રોગ થવાની સંભાવના ઓછી રહે છે અને હદય સ્વસ્થ રહે છે.

7. વજન ઓછુ કરવામાં
મેથી કાર્બોહાઇડ્રેટના ચયાપચયનું નિયમન કરે છે.
નિયમિત મેથીનું શાક અથવા મેથીનાં દાણાનું ચૂર્ણ ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે સાથે શરીરથી ચરબીની માત્રા ધીરે ધીરે ઓછી થઇ જાય છે. જો વજન ઓછુ કરવા માંગો છો તો મેથીનો તમારા ડાયટમાં ઉમેરો કરો.

8. વારંવાર યુરિનનો પ્રોબ્લમ
જો તમને વારંવાર યુરિનનો પ્રોબ્લમ છે અને તમને ઘણી પ્રોબ્લમ આવી રહી છે, તો મેથીના પત્તાનો રસ પીવો. રોજ આનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઇ જશે.

No comments:

Post a Comment